હવે આવશે ઓહ્ માય ગૉડની સિક્વલ
-પરેશ રાવલ અને અક્ષય કુમાર ફરી સાથે આવી રહ્યા છે
-એરલિફ્ટના ડાયરેક્ટર આ વખતે સુકાન સંભાળશે
મુંબઇ તા.૨૪પરેશ રાવલ અને અક્ષય કુમારને મુખ્ય રોલમાં ચમકાવતી ૨૦૧૨ની સુપરહિટ ફિલ્મ ઓહ્ માય ગૉડની સિક્વલ બનવાનું પ્લાનિંગ થઇ રહ્યા ની માહિતી મળી હતી.
આ સિક્વલમાં પણ પરેશ રાવલ અને અક્ષય કુમાર સાથે ચમકશે એવી માહિતી પણ આપવામાં આવી હતી. મોટે ભાગે આ ફિલ્મનું ડાયરેક્શન એરલિફ્ટ ફિલ્મ કરનારા ડાયરેક્ટર અશ્વિની યાર્ડી સંભાળશે. મૂળ ફિલ્મનંુ ડાયરેક્શન ઉમેશ શુક્લાનું હતું.
No comments:
Post a Comment