ads 1

Monday, 16 November 2015

વોટ્સએપની એપ્સની દુનિયા


     જાણો, વોટ્સએપની એડ ઓન                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               એપ્સની દુનિયા                  

           સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા માટે વોટ્સએપ એ એક અનિવાર્ય એપ બની ચૂકી છે. વોટ્સએપને વધુ સુવિધાસભર બનાવવા આપણે તેની એડ ઓન એપ થકી તેના ફિચર્સ વધારી શકાય છે.

           વોટ્સએપ આપણને સાઉન્ડ તથા વિડીઓ ફાઈલ વોટ્સએપ થકી મોકલવાની સગવડ પૂરી પાડે છે. જોકે, કોઈ ડોક્યુમેન્ટ કે અન્ય ફોરમેટની ફાઈલ મોકલવી હોય તો વોટ્સએપ આપળને નિરાશ કરે છે. આવા સમયે ગૂગલ પ્લે સ્ટોર પર આપ વોટ્સએપ ફાઈલ સેન્ડર નામક એક ફ્રી એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ ડાઉનલોડ કર્યા પછી તમે કોઈ પણ અન્ય ફોરમેટની ફાઈલને વોટ્સએપ થકી મોકલી શકશો. આ એડ ઓન એપ્સ થકી આપ 160 MB સુઘીની ફાઈલને ટ્રાન્સફર કરી શકો છો.

જો તમે તમારા મિત્રોને કે સ્નેહીઓને કોઈ ફોટા પર પોતાની ચિત્રકલાનો નામૂનો દેખાડવા માંગતા હોતો પછી આપને માટે પેઈન્ટ ફોર વોટ્સએપ ખૂબજ આવશ્યક એપ્લીકેશન પુરવાર થઇ શકે છે. આ માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એડ ઓન એપ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જયારે આપ કોઈ વ્યક્તિ કે ગ્રુપમાં ફોટોગ્રાફ પર કારીગરી કરી મોકલવા ઇચ્છતા હો, ત્યારે સૌપ્રથમ પહેલા વોટ્સએપમાં ગેલેરી સિલેક્ટ કરો, ત્યારબાદ પેઈન્ટ ફોર વોટ્સએપના આઇકોનને સિલેક્ટ કરો પછીથી આ ફોટોગ્રાફ પર આપ પોઇન્ટ કરી શકો છો અને બિન્દાસપણે આપના મિત્રો કે ગ્રુપમાં શેર કરી શકો છો.

જો તમે વોટ્સએપ પર વધારે પડતા બિઝી રહો છો, તો તમારા ફોનમાં બહુ બધા ફોટો કે વિડીઓઝ કે બીજા ડેટાથી મોબાઇલ ભરાઈ જાય છે, જેના કારણે ફોન ધીમો પડી જાય છે. તેનાથી બાચવા માટે W Cleaner ને ઇન્સટોલ કરો અને તેનાથી તમારા ડેટાને મેનેજ કરો અને ફોનની સ્પીડ વધારો.


આજકાલ વોટ્સએપના ગ્રુપ હોય કે પર્સનલ ચેટ હોય, તમને દરરોજ અઢળક ફોટા આવતા હશે. આ ફોટામાં ઘણા પ્રકારના ફોટાનો સમાવેશ થાય છે. અને આ ફોટામાં આપની ગેલેરી ફોલ્ડરમાં સેવ ના થાય તે માટે એક્સ ફાઈલ એક્સપ્લોરરની જરૂર પાડે છે. આ થકી આ એપ અંદર જઈ તમે ફોટોગ્રાફ કે વિડીઓ ફોલ્ડરમાં જાવ અને નીચે કલીક કરો અને નવી ફાઈલ બનાવો જેનું નામ NO MEDIA , ત્યારપછી વોટ્સએપફોટો વોટ્સએપ ગેલેરીમાં સેવ નહિ થાય.

1 comment: