Ø
આઈક્યૂ કરતાં વધારે ઇક્યૂનું મહત્વ
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે
વધારે આઇક્યૂ એટલે ઈન્ટેલીજન્સ કવોશન્ટવાળા લોકો વધારે પ્રગતિ કરે છે. તેઓ દરેક
ક્ષેત્રમાં ઉત્તમ હોય છે એવું માનવામાં આવે છે. પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે.
હવે ઇક્યૂ એટલે ઈમોશનલ કવોશન્ટને
કંપની વધારે મહત્વ આપવા લાગી છે. તેને ઈમોશનલ ઈન્ટેલીજન્સ પણ કહે છે. ઈક્યૂ એટલે
ભાવનાત્મક સમજ. ઈમોશનસને વ્યવસ્થિત કરીને સકારાત્મક દિશામાં લઇ જાય છે. સારો ઈક્યૂ
હોય તો વ્યક્તિ સારી કમ્યુનિકેટર તેમજ તાણમુક્ત થઇને પડકારનો સારી રીતે સામનો કરવા
સક્ષમ હોય છે.
ઈક્યૂના
કરિયરના મહત્વ વિશે આઇપીએસ અધિકારી હિતેશ ચૌધરી કહે છે કે, ‘યુપીએસસી
પહેલા ફક્ત નોલેજ જોતી હતી. હવે તે પણ ઈમોશનલ ઇન્ટેલિજન્સને સીલેબસમાં સામેલ કરી
ચૂકી છે. તેમને ખબર છે કે વહીવટી તંત્રને ચલાવનાર અધિકારીઓમાં ભાવનાત્મક બૌદ્ધિકતા
હોવી બહુજ જરૂરી છે.’ દેશની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઈમોશનલ ઇન્ટેલિજન્સને
કોર્સમાં સામેલ કરાઈ છે.
Ø
ઈક્યૂ શા
માટે જરૂરી?
જે લોકો વધારે સમજદાર હોય તે વધારે
સફળ હોય એ જરૂરી નથી. જે લોકો એકેડેમીકલી બહુ વધારે ઇન્ટેલિજન્ટ હોય, તે પોતાના
પર્સનલ સંબંધ અને કાર્યક્ષેત્રમાં અસફળ પણ થઇ શકે છે. આઈક્યૂ તમને કોલેજમાં
એન્ટ્રીતો અપાવી શકે છે, પરંતુ ઈમોશનલ ઇન્ટેલિજન્સની ફાઈનલ એક્ઝામમાં થનાર તાણ અને ઈમોશન્સને મેનેજ કરવાનું શીખવે છે.
એમએનસીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કરતા માયા મિશ્રા કહે છે કે, ‘મારો
આઇક્યૂ લેવેલ વધારે સારો નહોતો, પરંતુ ઈમોશનલ ઇન્ટેલિજન્સને કારણે જોબ પ્લેસમેન્ટ
દરમિયાન પૂછવામાં આવેલા સવાલોના જવાબ હું યોગ્ય રીતે આપી શકી.’
Ø
પોતાને
અને અન્યને મોટીવેટ કરવામાં મદદરૂપ
કોર્પોરેટ
સેક્ટર અને મલ્ટીનેશનલ કંપનીઓ પણ પસંદગી દરમિયાન યુવાઓના ઇક્યોને પરખે છે. એ માટે
કોલેજ અને યુનિવર્સીટીમાં થનારા પ્લેસમેન્ટમાં તે મૌખિક અને લેખીત પરીક્ષાઓ કરાવે
છે. એક કંપનીમાં એચઆર મેનેજર પ્રીયેષા ચોરસિયા કહે છે કે, ‘ઈમોશનલ
ઇન્ટેલિજન્સી ઓફીસની કામગીરી દરમિયાન આવનારી સામાજિક જટિલતાઓ ને દૂર કરવા, પોતાની
જાત અને બીજાને મોટીવેટ કરવામાં મદદરૂપ થાય છે.
Ø
ઇક્યૂ
શું છે?
ઈક્યૂ એટલે ઈમોશનલ કવોશન્ટ અથવા ભાવનાત્મક સમજણ. તેને ઈમોશનલ ઇન્ટેલિજન્સ પણ કહે છે. ભાવનાત્મક સમજનો અર્થ ઈમોશનસને
વ્યવસ્થીત કરીને સકારાત્મક દિશામાં લઇ જવી એ છે. સારા ઈક્યૂ વાળી વ્યક્તિ અન્ય
વ્યક્તિ કરતાં સારી કમ્યુનિકેટર હોઈ શકે છે. કોઈ પણ જાતની તાણ વગર કામ કરી શકે છે
અને પડકારનો સારી રીતે સામનો કરી શકે છે.
Ø
સારા
ઈક્યૂના ગુણ
· જેમનો ઈક્યૂ સારો હોય છે, તેમને પોતાના પર હાવી થવા દેતો નથી.
· આવા લોકો આત્માનું પાલન કરનારા હોય છે. જલ્દી ગુસ્સે થતા નથી.
તેમનામાં ઈર્ષ્યાની ભાવના હોતી નથી. દરેક વિચાર સમજી વિચારીને કરે છે.
· આવી વ્યક્તિઓ પડકારને પસંદ કરે છે અને વધારે કામ કરે છે.
· સારા ઈક્યૂ ધરાવતા લોકો પોતાની આસપાસ રહેલા લોકોની જરૂરિયાતને સમજે
છે. તે સંબંધોને જાણવી રાખે છે. બીજાને સાંભળવા, તેની સાથે જોડવાનું, સહાનુભૂતિ
રાખવાનું જાણે છે.
· સારા ઇક્યૂવાળામાં સોશીયલ સ્કિલ સારી હોય છે. તે સંબંધોને સારી
રીતે નિભાવનાર અને પ્રભાવશાળી કમ્યુનિકેટર હોય છે.
Ø
ઇક્યૂને આ
રીતે કરી શકો ઉત્તમ
ü ફક્ત પોતાના સુધી સીમિત ન રહો. બીજાને પણ આગળ આવવાની તક આપો.
ü પોતાની નબળાઈનું મૂલ્યાંકન તમે પોતે કરો. તેને સમજીને દૂર કરો.
ü મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની જાતનું નિયંત્રણ કરવું જરૂરી છે.
પરીસ્થિતિ મુજબ ભાવના પર નિયંત્રણ કરો.
No comments:
Post a Comment